રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળાનું માર્ગ અકસ્માતમાં મોત

Wednesday 24th February 2021 06:51 EST
 

ગઢડા:  ગઢડાના ઢસાથી માંડવા જતા રોડ પર રવિવારે આઇસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટ શહેરના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી ઉપરાંત તેમના સાળાનું મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ ચૂંટણી ફરજમાં રોકાયેલા ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગઢડા (સ્વામિના) તાલુકાના ઢસા નજીક માંડવા-ઢસા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ૩ સદસ્યોના કરુણ મોત નિપજવાની ઘટનાથી ભારે કમકમાટી ફેલાઇ જવા પામી હતી. જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચરણસિંહ ગોહિલના પત્ની અને પુત્રી બંને પોતાના પિયર - મોસાળ પાલિતાણા તાલુકાના મોખડકા ગામે હતા. જેથી બહેન અને ભાણેજને મુકવા માટે ભાઈ ધનંજયસિંહ ચુડાસમા રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ધનંજયસિંહ રણજીતસિંહ ચુડાસમા (૨૧) ચેતનાબેન ચરણસિંહ ગોહિલ (૨૯) અને ગરીમા ચરણસિંહ ગોહિલ (૫)ના મોત નીપજ્યાં હતાં.


comments powered by Disqus