વડોદરાઃ શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક કંપનીએ બેંકના બનાવટી એનઓસીના આધારે બંધન બેંકમાંથી ૭.૫૦ કરોડની લોન મેળવી વ્યાજ સહિત રૂ. ૧૧.૩૨ કરોડની છેતરપિંડી આચરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, ૨૦૧૬ દરમિયાન સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક્સેલ ઈલેક્ટ્રીક પ્રા.લિ.ના મેને. ડિરેક્ટર પ્રકાશભાઈ પ્રદ્યુમન દવે અને તેના પત્ની અલ્પા દવેએ બંધન બેંકનો સંપર્ક સાંધી બિઝનેસ હેતુ સીસી લોનની માંગ કરી હતી. નિયમ અનુસાર, તેઓની અન્ય બેંક ઓફ બરોડામાં ચાલતી સીસી લોન અને બેંકની એનઓસી ત્રણ માસમાં મેળવી જમા કરાવી હતી અને નાણાં ચેક તથા ઓનલાઈન ઉપાડી લીધા હતા. જોકે તેમણે આ માટે રજૂ કરેલા કેટલાક દસ્તાવેજો બનાવટી હતા. આમ તેમણે બેંકને વિશ્વાસમાં લઇ મુદ્દલ ૭.૫૦ કરોડ અને વ્યાજ સાથે ૧૧,૨૧,૫૫,૩૦૭ ભરપાઈ નહીં કરી છેતરપિંડી આચરી હતી.

