દરેક ક્ષેત્રે આગળ વધતો પાટીદાર સમાજ: મુખ્યમંત્રી

Tuesday 23rd November 2021 13:54 EST
 
 

ગાંધીનગર: અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસ ખાતે સાકાર થનારા મા ઉમિયાના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે યોજાયું હતું. ઉમિયા કેમ્પસમાં ૧૫૦૦ કરોડના ખર્ચે અન્ય અનેક પ્રોજેક્ટ સાકાર થશે.એક મંચ પર ઉપસ્થિત કડવા અને લેઉવા પાટીદારોની ૪૩ સંસ્થા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ મંદિરનું નવનિર્માણ સમજાના ઉત્થાન માટે જરૂરી હોય છે. પાટીદાર સમાજ શિક્ષણ અને વ્યાપાર-ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે આગળ વધી રહેલો સમાજ છે.
ઉમિયા કેમ્પસ ખાતે વિશાળ સંખ્યામાં કડવા પાટીદાર સમાજ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મા ઉમિયાના ભવ્ય મંદિર સહિત અનેક સમાજોપયોગી પ્રોજેક્ટ બની રહ્યાં છે. મુખ્યમંત્રી પટેલનું પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે ઉમળકાભેર ૪૩ જેટલી કડવા અને લેઉઆ એમ બંને સમાજની મહત્ત્વની સંસ્તાઓ દ્વારા અભિવાદન કરાતા ઉપસ્થિત સમાજે તેને વધાવી લીધું હતું. મુખ્યમંત્રી પેટલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ધર્મ સમુદાય સંગઠનના કારણે સમાજ અને સમુદાય એક તાંતણે બંધાયેલા રહે છે, તેતી ધાર્મિક સંસ્થાઓ સમાજના દરેક નાગરિકના ઉત્થન માટે જરૂરી હોય છે. સરકાર તરીકે જવાબદારી નિભાવવા માટે અમારી સંપૂર્ણ ટીમ તૈયાર છે. કોઈપણ સરકાર એકલી વિકાસના કામ કરી શકે નહીં. તેમાં સમાજનો સાથ જરૂરી
હોય છે.


comments powered by Disqus