અમદાવાદઃ સીબીઆઈ દ્વારા સમગ્ર દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં સીબીઆઈની પાંચ જેટલી ટીમ ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં તપાસ કરી રહી છે. જેમાં આગામી દિવસોમાં હજુ અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવવાની શક્યતા છે. તો બીજી તરફ સીબીઆઈને સોશિયલ મીડિયાના ગ્રુપમાં મળેલી વિવિધ લિંકની તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૦થી ૧૬ વર્ષના બાળકોના એડલ્ટ મટિરિયલ્સની સૌથી વધારે ડિમાન્ડ રહેતી હતી અને આ માટે નેટવર્ક ચલાવનાર આરોપીની એક એક મિનિટની ક્લીપ તૈયાર કરવા બદલ ૫૦ હજાર રૂપિયા સુધીની ચૂકવણી કરતા હતા. પરંતુ જો આ ક્લીપમાં કોઈ બાળકીનું કન્ટેન્ટ જોઈતું હોય તો પ્રતિ મિનિટ એક લાખ પણ અપાતા હતા.
ભાવનગરથી બે આરોપી પકડાયા
ભાવનગરથી વધુ બે આરોપીઓની ધરપકડ કરીને ચાર દિવસની સીબીઆઇની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. જેમાં આરોપીઓ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા વિવિધ મટિરીયલને ગ્રુપમાં શેર કરતા હતા. સીબીઆઇની ટીમની આરોપીઓ પાસેથી અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું કનેક્શન પાકિસ્તાન, અમેરિકા, શ્રીલંકા જેવા દેશો સુધી
લંબાયુ છે.
