નવીદિલ્હી: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIS)એ ભારતીય મૂડીબજારમાં ઓગસ્ટમાં અત્યાર સુધીમાં રૂ. ૭,૨૪૫ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. વધારે સારા માઇક્રોઇકોનોમિક વાતાવરણ વચ્ચે વિદેશી રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થઇ ગયું છે, જેને પરિણામે FPI ભારતીય ઈક્વિટી માર્કેટમાં રોકાણ વધારી રહ્યા છે. વિશ્લેષકો અનુસાર FPIનો નેટ ઇનફ્લો વધી રહ્યો છે તે દર્શાવે છે કે રોકાણકારો ધીમેધીમે સાવચેતીનું માનસ છોડી રહ્યા છે અને ભારતીય બજારો પ્રત્યેના તેમના ભરોસામાં વધારો થયો છે. ડિપોઝિટરીના ડેટા અનુસાર બેથી ૨૦ ઓગસ્ટ વચ્ચે વિદેશી રોકાણકારોએ ઈક્વિટીમાં રૂ. ૫૦૦૧ કરોડ અને ડેબ્ટ સેગમેન્ટમાં રૂ. ૨૨૪૪ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે, તે રીતે તેમનું ભારતીય મૂડીબજારમાં કુલ ચોખ્ખું રોકાણ રૂ. ૭૨૪૫ કરોડ થઇ ગયું છે.