ભૂજઃ કચ્છની પાકિસ્તાન સરહદ સમીપે આવેલી સીમા સુરક્ષા દળની વિવિધ ચોકી ખાતે દેશની સુરક્ષા કરતા BSFના જવાનોને ગ્રામીણ મહિલાઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છની ખાવડા તેમજ બેલા સરહદે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને ઝીંદા શહીદ એમ.એસ.બીટાએ કચ્છમાં ભારત-પાક. સરહદના અંતિમ પીલ્લર નંબર ૧૧૭૫ પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.આ કાર્યક્રમમાં તેઓ સાથે BSF કચ્છના કમાન્ડન્ટ નિશીત ઉપાધ્યાય અને વાઈસ કમાન્ડન્ટ એન. મરિયપ્પન ખાસ જોડાયા હતા. પીલ્લર નંબર ૧૧૭૫ થી ૧૧૭૦ સુધીનું નિરીક્ષણ કર્યા બાદ હરામી નાળાની મુલાકાત લઈ BSF વોટર વિંગના સૈનિકો સાથે ઉજવણી કરી હતી. માતા ના મઢ ખાતે પણ શીશ ઝુકાવ્યું હતું.