પાલનપુરઃ ભાજપની જન આર્શીવાદ યાત્રામાં કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે લઘુમતી નેતા સાથે અંબાજી મંદિરમાં પ્રવેશ કરતાં વિવાદ ઉભો થયો છે.
જેને લઈ હિંદુ ધર્મના મંદિરોમાં ગેર હિંદુઓનો પ્રવેશ વર્જિત હોવા છતાં અખિલ ભારતી હિંદુ મહાસભા તેમજ હિંદુ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને અંબાજી મંદિરને ગંગાજળથી શુદ્ધ કરવાના સંકલ્પ સાથે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ અંબાજી દર્શને ગયા હતા. તે વખતે વિધર્મી આયુષખાન પઠાણને સાથે રાખી મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. મંદિરમાં વિધર્મીઓના પ્રવેશ ઉપર નિષેધ હોવા છતાં કેન્દ્રીય પ્રધાનની આ હરકતથી હિંદુ ધર્મની લાગણીને ઠેસ પહોંચી છે.