ગાંધીનગરઃ ગુજરાતના પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધુ એક આકર્ષણ મળી રહ્યું છે અને તે નર્મદા આરતીના નામે ઉમેરાઈ રહ્યું છે. રાજ્ય સરકારે ગંગા આરતીની તર્જ પર નર્મદા નદીના ઘાટ પર નર્મદા આરતી માટે રૂ.૧૪ કરોડનો ખર્ચ કર્યો છે. નર્મદા જિલ્લાના કેવડિયામાં છેલ્લા કેટલાય સપ્તાહથી પ્રતિદિન આઠ હિન્દુ પૂજારીઓ અને સાત આદિવાસી સંગીતકારોનું એક જૂથ નદીને સમર્પિત બે આરતી કરી રહ્યું છે જેમાં એક આરતી સંસ્કૃતમાં છે અને બીજી આરતી હિન્દી શ્લોક આધારિત છે. આ કલાકારો પ્રેક્ટિસ કરી રહ્યાં છે. વારાણસીમાં દશાશ્વમેઘ ઘાટ પર જે ભવ્ય આરતી થાય છે તેવી આરતી ટૂંક સમયમાં નર્મદાના ગોરા ઘાટ પર થશે.
૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન આવે છે તેથી તે દિવસે તેમના હસ્તે નર્મદાની આરતીનો પ્રારંભ થાય તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે.
