રાજકોટઃ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે થોડા સમય પહેલાં ગુજરાતમાં મુખ્યપ્રધાન પાટીદાર હોવા જોઇએ તેવી માંગ કરતાં ભાજપના પાટીદાર સમાજ અને વિધાનસભા ચૂંટણીને લઇને ચિંતા પેઠી છે. તેમાં ય આમ આદમી પાર્ટી પણ પાટીદાર કાર્ડ સારી રીતે ખેલ્યું હોવાથી પાટીદાર મતોમાં વિભાજન શક્ય છે. તેવા સંજોગોમાં માંડવિયાએ પાટીદાર સમાજના એકીકરણના ઇરાદા સાથે અને તેમને ભાજપ તરફી ટકાવી રાખવા માટે આ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ અને કડવા પાર્ટીદાર નેતા પુરુષોત્તમ રૂપાલાને કેન્દ્રીય પ્રધાનમંડળમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. અને વખતો વખત તેમણે પાટીદારોનો ખ્યાલ રાખ્યો છે. તે સંદર્ભે ખોડલધામને ટ્રસ્ટી નરેશ પટેલ કહ્યું કે આ મનસુખ માંડવિયાએ અંગત મત હોઇ શકે. પાટીદારોમાં પાટીદારોમાં કેટલાટ લોકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં પણ છે.
પાટીદાર એટલે ભાજપ, નાડી નાભીનો સંબંધઃ માંડવિયા
ભાજપે શરૂ કરલી જન આર્શીર્વાદ યાત્રા અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા રાજકોટ આવ્યા હતા. એરપોર્ટથી શરૂ કરીને શહેરના મુખ્ય માર્ગ અને ચોકમાં તેમનું સ્વાગત કરાયું હતું. બાદમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયલમાં કાર્યકર્તા સંમેલન તેમજ પાટીદાર સંમેલનનું આયોજન કરાયું હતું. પાટીદારોને સંબંધતી વખતે પ્રધાન મનસુખ માંડવિયાએ સ્વ. કેશુભાઇ પટેલને યાદ કર્યા હતા અને તેમને પહ્મશ્રીનું સન્માન અપાયું તે પણ કહ્યું હતું. કેશુભાઇએ યાદ કર્યા બાદ તેમણે તુરંત જ પાટીદાર અને ભાજપ વચ્ચેનો સંબંધ બતાવતા કહ્યું હતું કે, પાટીદાર અને ભાજપને નાડી અને નાભિ જેવો સંબંધ છે. પાટીદાર એટલે ભાજપ. પાટીદારને ભાજપ જ ગણાવીને મનસુખ માંડવિયાએ આ મુદ્દાને વધુ વેગ આપ્યો હતો. તેઓ ખોડલધામ જવાના હતા જ્યાં રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ છે.
નીતિન પટેલે ઉ. ગુજરાતમાં તમામ પાટીદારો એક થવાની વાત કરી
આ તરફ માણસામાં એક સમાજિક સમારોહમાં ભાગ લેતાં નીતિન પટેલ ઉત્તરગુજરાતમાં વિવિધ પાટીદાર સમાજોના એક થવાં પર ભાર મૂક્યો. તેમણે કહ્યું માણસા આસપાસ પાટીદારોમાં પાવલી અને રૂપિયો સમાજ છે. અને આ અંગે નરેન્દ્ર મોદી પર અવારનવાર પાર્ટી મિટિંગમાં પૂછતાં હતાં. પરંતું હવે પાવલી અને રૂપિયો ભેગો થાય છે. તો સવા થાય અને ગુજરાતી સંસ્કૃતિમાં શ્રી સવાને શુકનવંતુ મનાય છે. તેથી તમામ પાટીદાર સમાજને એક થવાની જરૂર છે. જો તમામ એક થાય છે. હું તે અંગે તમારી પાર્ટીમાં પણ વાત કરીશ તે બધાં ભેગા થઇ ગયાં છે. તેમણે તેમ પણ કહ્યું છે. કે કેશુભાઇ સરકારમાં ગોકુલ ગ્રામ યોજના હતી. પણ પછી તેમની સારવાર બાદ તે યોજનાનું શું થયું તે બધાંને ખબર છે. અમે પણ વતન પ્રેમ યોજના લાવ્યા છીએ જેમાં લોકોના સહયોગથી ગામનો
વિકાસ કરીશું.

