ભૂજઃ નખત્રાણા તાલુકામાં આવેલું પુઅરેશ્વર મહાદેવનું મંદિર દ્રવિડ અને નાગર શૈલીના ઘટકોને જોડતું કચ્છના મંદિરોમાં સૌથી જૂનું મંદિર મનાય છે. દંતકથા પ્રમાણે નવમી સદીમાં પધ્ધર ગઢના સ્થાપક રાપુઅરા રાજાએ બનાવેલો હોવાથી તેનું નામ પુઅરેશ્વર પડ્યું હતું.
કહેવાય છે કે રાપુઅરા કેરાકોટના સ્થાપક લાખા ફુલાણીના ભત્રીજા હતા. તેમણે કેરાકોટમાં મંદિર બનાવ્યો હતો પણ તેમના ભત્રીજાએ તેમાં ખામી કાઢી હતી. તેથી કાકાએ તેમને કહ્યું કે ખામી કાઢવી સહેલી છે આવું મંદિર બનાવીને તો જો. આમ રાપુઅરાને લાગી આવતા અહીં કેરકોટ જેવું મંદિર બનાવ્યું હતું.
બીજી દંતકથા પ્રમાણે રાપુઅરાની સગાઈ સિંધ પ્રાતમાં થઈ હતી, તે રાણી રજૈયા દેવી પરમ શિવભક્ત હતા અને તે પોતાના ભગવાન શિવને મુકીને જવા માંગતા ન હતા. તેથી તેવોએ રાજા સામે એવી શર્ત મૂકી કે ભગવાન શિવ તેમની સાથે આવશે તેની સાથે લગ્ન કરશે. તેથી રાપુઅરાએ પણ સામે એવી શર્ત મૂકી કે રાણી શિવમંદિર સાથે જશે પણ પાછા વળીને જોવું નહીં. રાણીના લગ્ન થયા અને શિવમંદિર રાણીની વેલ પાછળ આવવા લાગ્યું. જ્યારે પધ્ધર ગઢ પહોંચ્યા તો ત્યાં જોયું કે ગઢનો દ્વાર નાનું હતું અને મંદિર વિશાળ એટલે રાણીને લાગ્યું કે મંદિર અંદર આવશે કે કેમ એટલે પાછું વળીને જોયું એટલે કહેવાય છે કે મંદિર પધ્ધર ગઢથી બહાર જ રહી ગયું.
હાલ આ મંદિર જર્જરીત હાલતમાં અડીખમ અને ધરતીકંપનો માર સહ્યા બાદ પણ એકબીજા પથ્થરના સહારે ઊભેલું છે. શ્રાવણ માસમાં જ પુરાતત્વ ખાતા દ્વારા આ મંદિરને નવું અને પ્રવાસન સ્થળ બનાવવા માટે મંજૂરી સાથે બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. છતાં પણ આજ સુધી કામ શરૂ ન થતા શિવ ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ આ મંદિરનો પ્રશ્ન દિલ્હીમાં સંસદ ભુવનમાં ઉઠાવ્યો હતો. જેને ચાર વર્ષ થવા આવ્યા છે. ગત શ્રાવણમાં મંદિરના પટાંગણમાં ગાંધીનગર તેમજ સ્થાનિક વિવિધ અધિકારી, આજુબાજુના સરપંચો, તલાટીઓ તેમજ વિવિધ આગેવાનો દ્વારા મીટિંગમાં મંદિરના નવીનીકરણ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં માટે પ્રથમ તબક્કે અઢી કરોડ ફાળવાશે. હાલ એક વર્ષ બાદ પણ કોઈ કાર્ય શરૂ કરાયું નથી. મંદિરના મહંત તરીકે સ્વામી શંકરા નંદગીરીજી ગુરૂ સંતોકા નંદગીરીજી હાલ સો વર્ષથી ઉપર થયા છે અને મંદિરની સેવા તેમના શિષ્યો
કરે છે.

