શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા અને પંપોર વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષાદળોના વળતા ફાયરિંગમાં હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદીઓ ઠાર થયા હતા. પુલવામા અને પંપોરમાં આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હોવાની માહિતીના આધારે સુરક્ષાદળોના જવાનોએ આખાય વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર ફાયરિંગ કર્યું હતું.