સુરતઃ લખનઉના પ્રિન્સીપલ ઈન્કમટેક્સ કમિશ્નર સંદીપ કુમારને તેની લાડકવાયી બહેન લખનઉના પ્રખ્યાત ગાયનેક અને મેડીકલ કોલેજના પ્રોફેસર ડૉ. સુજાતા દેવએ પોતાની કિડની આપી વીરાના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી છે.
સંદીપ કુમારની ૨૦૧૨ અગાઉથી તબીયત ખરાબ રહેતી હતી. તે સમયે તેમની બંન્ને કીડની ફેઈલ થઈ ચૂકી હતી. વર્ષ ૨૦૧૩માં અમદાવાદના ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે સંદીપ કુમારની એક કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ગત વર્ષથી ફરીથી તેમને કેટલાંક પ્રોબલેમ્બ શરૂ થયાં હતાં. આ તરફ સંદીપ કુમારની તબીયત પણ સતત લથડી રહી હતી. પરિવારમાં તેમની બહેન સુજાતા તૈયાર થઈ. બહેન સુજાતાએ પોતાની બંને કીડનીઓમાંથી એક ભાઈને આપવા તૈયારી બતાવી અને નવજીવન બક્ષ્યું.