આણંદઃ ખેડા-આણંદ જિલ્લાના ગ્રામવિકાસમાં NRIનો વિશેષ ફાળો રહ્યો છે. ગ્રામવિકાસમાં આરોગ્ય અને પાણી અને શિક્ષણ અને સ્વચ્છતા જેવી પ્રાથમિક જરૂરિયાતો સંદર્ભે ખૂબ મોટો ફાળો આપતા હોય છે. અનેક NRI માદરે વતનના વિકાસમાં હાલ પણ ખૂબ જ કાર્યરત છે. ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પોતાના સોજીત્રા ખાતે વિકાસ દિવસની ઉજવણી દરમિયાનના ઉદબોધનમાં આવા ઉદાર , સખાવતી અને વતન પ્રેમી દાતા ઓના સહકારને સરકાર પણ વધાવી રહી છે.
ખેડા આણંદ જિલ્લો એટલે કે ચરોતર પ્રદેશના મહેનતુ નાગરિકો દુનિયાના ૧૭૬થી વધુ દેશોમાં વસવાટ કરે છે. વર્ષો વર્ષના સંઘર્ષ અને મહેનત થકી તેઓ હાલ સુખી સંપન્ન થયા છે. આ NRI નાગરિકો માદરે વતનની અગવડઓ અને અસુવિધાઓ દૂર કરવા લાખો રૂપિયાનું દાનધર્મ કરતા હોય છે. ક્યારેક મોટી સુવિધાઓ માટે નાનકડી રકમ ખૂટી જતી હોય છે અને તે કાર્ય અધૂરૂ રહે અથવા તો તે વિલંબ થાય છે.સરકારની 'વતન પ્રેમ'યોજના થી આ તૃટી દૂર થશે અને ગ્રામવિકાસ ને બળ મળશે તેમ જણાઈ રહ્યું છે. ચરોતરમાં આરોગ્ય ,શિક્ષણ અને સ્વચ્છતા તેમજ સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપતા અને રૂટ્સ ફાઉન્ડેશનના ચેરમેન NRI તનુજ પટેલે સરકારની આ યોજનાનો ઉમળકાથી અવકારી છે. આ અંગે ચરોતરના વતની અને લોસ એન્જલસ ખાતે મોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા લેબોન હોસ્પિટાલીટી ગૃપના ચેરમેન યોગી પટેલે ગુજરાત સરકારની આ યોજનાને આવકારતા જણાવ્યું હતું કે, સરકાર જન્મભૂમિ માટે લાગણી ધરાવતા વતનપ્રેમી નાગરિકોની લોકભાવનાને પોષણ આપ્યું છે અને ગ્રામ તેમજ નગર વિકાસના સહભાગી થવાનો અવસર આપ્યો છે.

