સાવરકુંડલા નજીક ખડકાળા ગામના રેલવે ટ્રેક પર માલગાડીની અડફેટે સિંહનું મૃત્યુ

Tuesday 24th August 2021 16:18 EDT
 
 

ખાંભા: સાવરકુંડલા રેન્જનાં ખડકાલા ગામ પાસે ખારી નદીના પુલ પાસેના રેલવે ટ્રેક પર ફાટક નંબર પર પાસે ૨૩ ઓગસ્ટની રાત્રીના સમયે માલગાડી પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગર તરફ પસાર થઇ રહી હતી. તે સમયે આશરે પાંચ વર્ષનો સિંહ ટ્રેનની અડફેટે આવી જતા સિંહોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. વન વિભાગના અધિકારીઓને જાણ થતાં સિંહોના મૃતદેહોનો કબજો કર્યા હતો. આ ટ્રેક પર બે વર્ષ પહેલાં પણ પેસેન્જર ટ્રેનમાં બે સિંહ બાળ કપાયાની ઘટના બની હતી. ધારી ગિર પૂર્વમાં સિંહોની માઠી બેઠી હોય તેમ છેલ્લા બે માસમાં ૧૨થી વધારે સિંહોના મૃત્યુ નિપજ્યા છે.


comments powered by Disqus