સુરેન્દ્રનગરઃ વૃક્ષને રાખડી બાંધી છેલ્લા ૧૧ વર્ષથી ઉજવણી સુરેન્દ્રનગરમાં કરવામાં આવે છે. વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી દ્વારા ઉજવણી શરૂ કરાઈ હતી. જેમાં વૃક્ષને રાખડી બાંધી એક વૃક્ષ વાવવાની પણ મહિલાઓ નેમ લીધી હતી.
રક્ષાબંધનની ઉજવણી ભાઇને રાખડી બાંધીને કરવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગરમાં સતત ૧૧ વર્ષથી પૂર્વ ધારાસભ્ય મહિલાઓ સાથે સૌથી પહેલાં રાખડી વૃક્ષને બાંધે છે. પછી પોતાના લાડકા વીરાને બાંધે છે. વૃક્ષને એટલા માટે કે વૃક્ષનું જીવનમાં મોટું મહત્વ છે. જીવન માટે વૃક્ષોનું હોવું જરૂરી છે. આથી સુરેન્દ્રનગરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે. અન્યોને પણ પ્રેરણા મળે અને વધુમાં વધુ વૃક્ષો વાવે તે માટે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ
જોડાઇ હતી.

