કુદરતી આફત દરમિયાન કોમ્યુનિકેશન મિકેનિઝમને સતત અપગ્રેડ કરો: PM મોદી

Wednesday 26th May 2021 05:43 EDT
 
 

અમદાવાદઃ તૌકતે વાવાઝોડુ ગુજરાત પર ત્રાટક્યા બાદ, સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. જેમાં અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓ સાથે વડાપ્રધાને બેઠક કરી હતી. જેમાં, કુદરતી આફતોનો સામનો કેવી રીતે કરવો તે અંગે વડાપ્રધાને સુચનો આપ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતુ કે, ‘તેમણે અનેક વાવાઝોડાને જોયા છે અને તેની સ્થિતિનું અવલોકન કર્યું છે.
જો કે, તૌકતે વાવાઝોડુ તેની પેટર્નના લીધે અલગ પ્રકારનું છે. વાવાઝોડાના અભ્યાસ માટે એક ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિ હોવી જરૂરી છે. આ વાવાઝોડાની ઘનિષ્ઠ સરખામણી તાજેતરમાં આવેલા વાવાઝોડા સાથે કરો. આંતરરાજ્ય સંકલન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મજબૂતાઈ મળે તે જરૂરી છે. વડાપ્રધાને કહ્યું કે, ‘રાજ્ય સરકાર નેવી અને કોસ્ટગાર્ડ સાથે વધુને વધુ સંકલન દાખવે. જેના લીધે, દરિયાકાંઠે રહેલા ગુજરાત જેવા રાજ્યોને બહુ મોટી મદદ મળી રહેશે. કોમ્યુનિકેશન મિકેનિઝમને સતત અપગ્રેડ કરો. જેનો ઉપયોગ કુદરતી આફતો પહેલા, દરમિયાન અને પછી કરો. સામાન્ય રીતે, સરકાર વાવાઝોડાને અનુલક્ષીને લોકોમાં જાગૃતતા લાવવા માટે અખબારોમાં જાહેરાત આપે છે એ વાત સારી છે, પરંતુ આપણે તેનાથી પણ આગળની પદ્ધતિને અમલમાં મુકવા વિચારવાનું છે. ‘એનડીઆરએફની જેમ જ ડિઝાસ્ટર રિલીફ ફોર્સને મજબૂત કરો. એસડીઆરએફને એક ખાસ પ્રકારનો પોશાક આપો. કોઈપણ સ્થિતિમાં અને ખાસ કરીને કુદરતી આફતો સમયે, લોકો આર્મીનો પોશાક જોઈને તેમના પર વિશ્વાસ મૂકે છે અને રાહત અનુભવે છે, તે જ રીતે લોકો જ્યારે એસડીઆરએફનો પોશાક જુએ એટલે તેમાં વિશ્વાસ મુકે અને તેમની મદદ માગે.’


comments powered by Disqus