કેવડિયા: કેવડિયા કોલોની ખાતે જાન્યુઆરી મહિનામાં જ દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન બનાવેલું છે. ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન બન્યાને માત્ર ચાર મહિના થયા છે. ત્યારે તૌક-તે વાવાઝોડાના કારણે ૩૦૦ ફૂટ ઊંચા છતના પતરા ઊડી ગયા હતા. ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનની ડિઝાઇન બનાવનાર કન્સ્ટલ આર્કિટેક ડીઝાઇનર તેમજ સિવિલ કોન્ટ્રાક્ટરને પણ નોટિસ અપાઇ છે. ઉલ્લેખનીય છે કે ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતાં પ્રવાસીઓ માટે દેશના મુખ્ય શહેરને જોડતી રેલવે શરૂ કરવામાં આવી હતી.