નવીદિલ્હીઃ ચિપકો આંદોલનના નેતા અને વિશ્વના પ્રખ્યાત પર્યાવરણવિદ્ સુંદરલાલ બહુગુણાનું ૨૧ મેના રોજ અવસાન થયું હતું. બહુગુણા છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના ચેપનો ભોગ બન્યા હતા અને બાદમાં સારવાર અર્થે તેમને ઋષિકેષની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ ૨૧ મેના બપોરે ૧૨ કલાકે ૯૫ વર્ષની વયે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બહુગુણાના અવસાન પર વડાપ્રધાન અને અન્ય નેતાઓ તથા સામાજિક સંગઠનો સહિત પર્યાવરણપ્રેમીઓએ શોકની લાગણી વ્યક્ત કરી હતી.