ચીન તિબેટમાં ભારત, નેપાળ અને ભુતાન સરહદે ગામડાઓ બનાવવાની તૈયારીમા

Wednesday 26th May 2021 08:19 EDT
 

નવીદિલ્હીઃ ચીન સરહદી વિસ્તારોમાં ગામડા ઊભા કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવનારા ચીન દ્વારા આ ગામો એવા વિસ્તારોમાં વસાવી રહ્યું છે કે જે ભારતીય સરહદોને અડીને આવી હોય પણ પોતાના વિસ્તારમાં હોય. તિબેટિયન બોર્ડર જે દેશોની નજીક આવી છે ત્યાં આ ગામડાઓ બનાવવા લાગ્યું છે. આ સાથે જ ચીને અરુણાચલ પ્રદેશની સરહદ નજીક તિબેટમાં બ્રહ્મપુત્ર ઘાટીથી પસાર થનારા મહત્ત્વપૂર્ણ હાઇવેનું કામ પણ પુરૂ કરી લીધું છે. રાજ્ય પરિષદ સુચના કાર્યાલય દ્વારા તિબેટ ઓટોનોમસ રીજન પર એક નવો નીતિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન અરુણાચલ પ્રદેશની નજીક ગામોનું નિર્માણ કરી રહ્યું છે. એટલું જ નહીં અરુણાચલ ઉપરાંત નેપાળ, ભૂતાન આસપાસ પણ ચીન પોતાની સરહોદમાં ગામડાઓ બનાવવા લાગ્યું છે.


comments powered by Disqus