નવીદિલ્હીઃ તૌકતે ચક્રવાતમાં ONGCના બાર્જ P૩૦૫ના અકસ્માત માટે બાર્જના કેપ્ટન બલવિન્દરસિંઘ સામે બેદરકારીથી મૃત્યુ નીપજાવવા બદલ FIR નોંધવામાં આવી છે. બાર્જના બચાવી લેવાયેલા એક એન્જિનિયરે બયાન આપ્યું હતું કે કેપ્ટનને ચક્રવાતની સૂચના આપવામાં આવી હતી. તેમણે કિનારે પાછા ફરવાને બદલે ૨૦૦ મીટર પીછેહઠ કરી ચક્રવાત પસાર થઈ જાય ત્યાં સુધી લંગર નાંખી રાહ જોવાનો નિર્ણય કર્યો હતો. આ બયાનના આધારે દરિયામાં કામ કરતા યલોગેટ પોલીસ મથકે FIR નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન બલવિંદર સિંઘ પણ લાપતા કર્મચારીઓની યાદીમાં છે. જે મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાય છે.
