પાલનપુર: પાલનપુરમાં અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નીપજ્યાંનો કિસ્સો સામે આવ્યો છે. ૨૦ દિવસ પહેલાંની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના સામે આવી છે. કચ્છના આડેસર ગામના ૫૫ વર્ષીય ભવાનભાઈ પ્રજાપતિ એક મહિના પહેલાં સંક્રમિત થતાં ડીસામાં તેમના ભાઈને ત્યાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં જગ્યા ના મળતા પરિવારે ભૂવાને બોલાવીને વિધિ કરાવી હતી. ભૂવાએ તેમને સુવાડીને પેટ પર પગ મૂકીને સાજા થવાના આશીર્વાદ આપ્યા હતા. આ કેસમાં પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

