તિરુવનંતપુરમઃ પિનારાઈ વિજયને બીજી વખત કેરળના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજધાની તિરુવનંતપુરમ સ્થિત સેન્ટ્રલ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં રાજયપાલ આરિફ મોહમ્મદ ખાને સીપીઆઈએમના વરીષ્ઠ નેતા ૭૬ વર્ષી પિનારાઈ વિજયને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. વિજયન સિવાય આ કાર્યક્રમમાં અન્ય ૨૦ પ્રધાનોને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા.