પોરંબદરઃ પોરબંદરના સાંદિપની આશ્રમના ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું નિધન થયાની અફવા સોશિયલ મીડિયામાં કોઈ ચોક્કસ તત્ત્વો દ્વારા વાયરલ કરવામાં આવતા રમેશભાઈ ઓઝાએ જાતે જ ખુલાસો કરીને એવું જણાવ્યું હતું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. કોરના મહામારી સામે સેવાકાર્યમાં વ્યસ્ત છું.
ભાઈશ્રી ઓઝાના અવસાનની ખોટી અફવા કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સાંદિપની શ્રી હરિમંદિર સહિત તેના ટ્રસ્ટીઓ અને ભક્તોના પણ ફોન ધણધણતા થયા હતા. બીજી બાજુ રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ભગવાનશ્રી હરિની કૃપાથી તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.