નવીદિલ્હીઃ યોગગુરુ રામદેવના એલોપથીવાળા નિવેદનને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને તેઓને પત્ર લખીને આ વાંધાજનક નિવેદન પાછું લેવા જણાવ્યું હતું. ડો. હર્ષવર્ધને ટ્વિટર પર આ પત્ર ટ્વિટ કર્યો હતો જેમાં લખ્યું છે કે, દેશવાસીઓ માટે કોરોનાના યુદ્ધમાં રાતદિવસ સેવા આપતા ડોકટર અને સ્વાસ્થ્યકર્મીઓ ભગવાન તુલ્ય છે. ત્યારે બાબા રામદેવના નિવેદને કોરોના યોદ્ધાઓનો અનાદર કરીને દેશભરના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.એલોપથી અંગે કરેલા વાણીવિલાસ બાદ ચારેતરફથી ઘેરાયેલા બાબા રામદેવે માફી માગી હતી.