નવી દિલ્હીઃ ઉતર પ્રદેશ- આખા રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ ૩૧ મેના રોજ સવારે ૭ કલાક સુધી લંબાવવામાં આવ્યું છે. ઉદ્યોગો અને અન્ય આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. કેરળઃ કેરળમાં ૨૦મી મે સુધી લોકડાઉન ચાલુ રહેશે. તામિલનાડુઃ સરકારે ૨૪મીથી વધુ એક અઠવાડિયું લોકડાઉન લંબાવ્યું છે. કર્ણાટકઃ સરકારે ૭મી જૂનના રોજ સવારે ૬ સુધી લોકડાઉનમાં વધારો કર્યો છે. પ્રતિબંધો યથાવત ચાલુ રહેશે. જમ્મુ કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં ૩૧મી મેના રોજ સવારે ૭ સુધી લોકડાઉન અમલમાં રહેશે. ગોવાઃ ૩૧મી મે સુધી અને મહારાષ્ટ્રમાં ૧ જૂનના રોજ સવારે ૭ સુધી લોકડાઉન લાગુ રહેશે. ઝારખંડઃ ૨૭મી મે સુધી અને છત્તીસગઢમાં ૩૧મી મે સુધી લોકડાઉન અમલમાં રહેશે.
