ભારતે કેઇર્નને ૧.૨ અબજ ડોલર ચૂકવવાના હુકમને પડકાર્યો

Wednesday 26th May 2021 07:50 EDT
 
 

નવીદિલ્હીઃ ભારત સરકારે કેઈર્ન એનર્જી પાસેથી ટેક્સ રૂપે વસૂલ કરેલા ૧.૨ અબજ ડોલર કંપનીને વ્યાજ સહિત પાછા ચૂકવી દેવા જોઈએ કારણ કે સરકારનો કેઈર્નનો કર બાકી હોવાનો દાવો વેલિડ નથી. એવા આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ટ્રિબ્યૂનલના ચુકાદાને પડકાર કરતાં ભારત સરકારે કહ્યું હતું કે અમે કદીપણ રાષ્ટ્રીય ટેક્સ અંગેના વિવાદમાં મધ્યસ્થી માટે કોઈનેય સ્વીકૃતિ આપી જ નથી.
ભારત સરકારે ૨૨ માર્ચ ૨૦૨૧ના રોજ નેધરલેન્ડ્ઝ ખાતે આવેલી હેજ કોર્ટ ઓફ અપીલ દ્વારા ડિસેમ્બર ૨૦૨૦માં આપવામાં આવેલા અત્યંત નબળા ચુકાદાને કોરાણે મૂકવા અરજી કરી હતી, પરંતુ તેનાથી અમારા દેશના કર અંગેના માળખામાં દખલ કરવાનો અધિકાર કોઈનેય મળતો નથી. ભારત સરકારે ૨૦૧૨માં નવો કાયદો પસાર કર્યા પછી કેઈર્ન એનર્જી પાસેથી અગાઉના ટેક્સની વસૂલી માટે કંપનીને આપવા યોગ્ય ડિવિડન્ડ વસૂલીમાં લઈ લીધા હતા અને ટેક્સ રિફંડ પણ રોકી લીધા હતા. આ અંગે કેઈર્ન એનર્જીએ ભારત-બ્રિટન દ્વિપક્ષીય રોકાણ કરાર હેઠળ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીની અપીલ કરી હતી. ભારત સરકારે ત્રણ સભ્યોની આર્બિટ્રેશન પેનલમાં એક જજની નિયુક્તિ કરી હતી અને કેઈર્ન દ્વારા કરવામાં આવેલી ભારત સામેના ૧૦,૨૪૭ કરોડ ડોલર પરત માગતી અપીલની સુનાવણીમાં પૂર્ણપણે ભાગ પણ લીધો હતો. આ અંગે નાણાવિભાગે ટ્રિબ્યૂનલને જણાવ્યું હતું કે ટ્રિબ્યૂનલે અયોગ્ય રીતે ભારતના રાષ્ટ્રીય કર વિવાદના ક્ષેત્રમાં સુનાવણીની કવાયત કરી છે જે અંગે મધ્યસ્થી કરવાની ઓફર કે મંજૂરી અમે કદી આપી જ નહોતી.


comments powered by Disqus