નવીદિલ્હીઃ મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ૧૩ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ગઢચિરોલીનાં ડીઆઈજીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર પોલીસની ૬૦ ટુકડી અને નક્સલીઓ વચ્ચે ગઢચિરોલીના જંગલમાં અથડામણ થઈ હતી. નક્સલીઓ તે વખતે એક મિટિંગ માટે એકઠા થયા હતા. પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસોની ટીમ તેમજ ૬૦ કમાન્ડોએ જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નક્સલીઓએ પોલીસને જોતા ફાયરિંગ કર્યું હતું. વળતા હુમલામાં ૧૩ નક્સલીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.