મહેસાણા: સતલાસણા તાલુકાના ઉમરી ગામના વતની, સતલાસણા તાલુકા ભાજપના મહામંત્રી અને ખેરાલુ સીટ પરથી ચુંટાયેલા મહેસાણા દૂધસાગર ડેરીના ડીરેક્ટર માનસિંહભાઇ ચૌધરી કોરોના સંક્રમણ થતાં અમદાવાદની હોસ્પિટલમાં ૨૧ દિવસથી સારવાર હેઠળ હતા. જ્યાં કોરોનામાંથી સાજા થયા પછી તેમને મ્યુકરમાયકોસિસ થતાં ખાનગી હોસ્પિટલમાં ૧૦ દિવસથી દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં સતત ૩૧ દિવસની સારવાર દરમિયાન તેમનું મોત થતાં વતનમાં મૃતદેહ લાવીને અંતિમવિધી કરાઇ હતી.