રાજ્યમાં કોવિડના વધુ ૩,૧૮૭ કેસ નોંધાયા, ૪૫ દર્દીનાં મોત થયાં

Wednesday 26th May 2021 05:52 EDT
 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો થયો છે. વિતેલા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૩,૧૮૭ કેસ નોધાયા છે અને ૪૫ દર્દીના મોત નિપજ્યાં છે. ગુજરાતમાં મે મહિનાના માત્ર ૨૪ દિવસમાં જ દૈનિક કેસમાં ૭૮ ટકાનો અને દૈનિક મોતની સંખ્યામાં ૭૪ ટકાનો ઘટાડો થયો છે.
૩૦ એપ્રિલે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ૧૪,૬૦૫ કેસ નોધાયા હતા અને ૧૭૩ દર્દીના મોત થયાં હતા. આજની સ્થિતિએ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૬૮,૯૭૧ નોંધાઈ છે. એક્ટિવ કેસમાં ૧૯ દિવસમાં ૫૩.૪૩ ટકાનો ઘટાડો થયો હતો. ૫ એપ્રિલે રાજ્યના એક્ટિવ કેસ ૧,૪૮,૧૨૪એ પહોચી ગયાં હતા. ૨૪ કલાકમાં વધુ ૯,૩૦૫ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૭,૯૧,૬૩૨ કેસ નોંધાયા છે. કોવિડ-૧૯ના કારણે રાજ્યના કુલ ૯,૬૨૧ નાગરીકોએ જીવ ગુમાવ્યો છે. સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી ૭,૧૩,૦૬૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં રાજ્યનો રિકવરી રેટ વધીને ૯૦.૦૭ ટકાએ પહોચ્યો છે. અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૫૯ કેસ નોંધાયા છે. શહેરમાં વધુ ૮ દર્દીના મોત નિપજ્યાં છે તો ૨,૫૨૭ દર્દી સાજા થયા છે. શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૧૭,૯૩૫ પહોચી ગઈ છે. અમદાવાદમાં કુલ ૩,૧૪૯ નાગરીકોના કોરોનાથી મોત નિપજ્યાં છે જ્યારે ૧,૯૮,૩૮૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. શહેરમાં ૬૩ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૫૦૦થી નિચે નોંધાયો હતો.


comments powered by Disqus