વડોદરાઃ વડોદરા યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
આગ કાબૂમાં આવે તે પહેલાં ટ્રેનના ત્રણ ડબ્બા બળીને ખાખ થઇ ગયા હતા. ટ્રેનમાં કોઇ મુસાફરો ન હોવાથી અને યાર્ડમાં બંધ હાલતમાં ઉભેલી હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી.
જોકે, મેમુ ટ્રેનમાં લાગેલી આગને કારણે રેલ વ્યવહાર ઉપર સામાન્ય અસર પહોંચી હતી. જેમાં બાંદ્રાથી હરીદ્વાર જતી દહેરાદૂન એક્સપ્રેસને વડોદરા સ્ટેશન ઉપર રોકાઇ જવાની ફરજ પડી હતી.