સુરતઃ કોમોડિટી અને શેરબજારમાં રોકાણી લોભામણી સ્કમી આપી કેપીએમસ ટ્રેડિંગ કંપની અને ડી સ્ક્વેર ગ્રૂપ એન્ડ કંપનીમાં સંખ્યાબંધ લોકોને રોકાણ કરાવી બારોટ બંધુએ કરોડોનું ફુલેકં ફેરવ્યું હતું. દર મહિને ૨ ટકા રિટર્નની લાલચમાં રોકાણકારો ભેરવાયા હતા. રૂ.૨.૫૬ કરોડ ગુમાવનારા ૪ રોકાણકારોએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા ઇકોનોમિક ઓફેન્સ વિંગ બારોટ બંધુને અમદાવાદથી ઊંચકી લાવી હતી. ઠગાઈનો ભોગ બનનાર ચેતન કાકડિયાએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ઠગાઈનો ગુનો નોધ્યો હતો. દરમિયાન આ કેસની તપાસ ઇકોનોમિક ઓફેન્સ વિંગને સોંપાઈ હતી. કૃણાલ દિવ્યાંગ બારોટ અને નિરલ દિવ્યાંગ બારોટની અમદાવાદના ઘરેથી ધરપકડ કરી હતી.
