સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર રાજેન્દ્રસિંહ જાડેજાનું નિધન

Wednesday 26th May 2021 07:01 EDT
 
 

અમદાવાદ: સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોના બાદ જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. ૬૬ વર્ષીય રાજેન્દ્રસિંહ ૧૯૭૪થી ૧૯૮૭ દરમિયાન કારકિર્દીમાં ૫૦ ફર્સ્ટ કલાસ મેચ રમ્યા હતા અને જમણેરી પેસ બોલર તરીકે તેમણે ૧૩૪ વિકેટ ઝડપી હતી. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં તેમણે ૧૫૩૬ રન નોંધાવ્યા હતા.
તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડના મેચ રેફરી (૫૩ ફર્સ્ટ કલાસ મેચમાં) , સૌરાષ્ટ્રના ક્રિકેટ એસોશિએશનના સિલેક્ટર તેમજ કોચ પણ હતા. હજુ થોડા દિવસ પહેલા તેમના ભાઇ યશપાલ સિંહ જાડેજાનું પણ કોરોનાને લીધે જ મૃત્યું થયું હતું. તેમના નિધનથી એસોશિએશને તેમની સાથે રમેલા અને તેમના હાથ નીચે તૈયાર થયેલા તમામે શોક વ્યક્ત કર્યો છે.


comments powered by Disqus