અમદાવાદમાં હિટ એન્ડ રનઃ મહિલાનું મોત

Wednesday 30th June 2021 06:38 EDT
 

અમદાવાદઃ શહેરના શિવરંજની પાસે ૨૯ જૂનની મોડી રાત્રે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સીસીટીવી પરથી લાગી રહ્યું છે કે બે કાર વચ્ચે મોડી રાત્રે રેસ જામી હતી. જેમાં પાછળના કાર ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ધડાકાભેર ફૂટપાથ સાથે અથડાઈ હતી.
મોત નિપજાવનાર કારના માલિકનું નામ શૈલેષ શાહ હતું. અને કાર તેનો પુત્ર પર્વ શાહ ચલાવી રહ્યો હતો. પ્રથમ અકસ્માત સર્જી ભૂગર્ભમાં ચાલ્યો ગયેલ પર્વ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.


comments powered by Disqus