અમરેલીના એસપી દરિયામાં ડૂબતાં કોન્સ્ટેબલને બચાવવા જતાં ખુદ ડૂબ્યાં

Wednesday 30th June 2021 07:52 EDT
 

અમદાવાદઃ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા જાફરાબાદના સરકેશ્વર દરિયા કાંઠે અમરેલી SP નિર્લિપ્ત રાય સહિતનો પોલીસ કાફલો નાહવા માટે ગયો હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ડૂબી જતાં અફડા તફડી મચી ગઈ હતી. આ વખતમાં જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય પણ આગળ બચાવવા જતા ડૂબવા લાગ્યા હતા. તેની પાછળ કેટલાક પોલીસ કર્મીઓ પણ ગયા હતા. જોકે પોલીસ કોન્સ્ટેબલ વધુ અંદર જતો રહ્યો હતો, જેથી તેને બહાર કાઢવા માટે આસપાસના લોકોની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા ડૂબતા હાજર રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બાદમાં બંનેને રેસ્ક્યુ કરી આબાદ બચાવ કરાયો હતો.


comments powered by Disqus