ખાનગી એરલાઈન્સ દ્વારા વડોદરાથી બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઇટ ૧લીથી ફરી ઊડશે

Wednesday 30th June 2021 07:33 EDT
 
 

વડોદરાઃ કોરોના મહામારીની બીજી લહેર પૂર્ણ થતાં વડોદરા એરપોર્ટ પર ફરી ધમધમાટ શરૂ થયો છે. દિલ્હી, મુંબઈ બાદ હવે હૈદરાબાદ અને બેંગલુરુની ફ્લાઇટ પણ ફરી એક વખત શરૂ થવા જઈ રહી છે. ૧ જુલાઈથી આ બંને ફ્લાઇટ ખાનગી એર લાઈન્સ દ્વારા શરૂ કરવામાં આવનાર છે. આ ફ્લાઇટ સપ્તાહમાં ૪ દિવસ કાર્યરત રહેશે.
વડોદરા એરપોર્ટ પર કોરોના અગાઉ ડોમેસ્ટિક ફ્લાઈટનાં કુલ ૨૨ શિડ્યૂલ કાર્યરત થયાં હતાં, બીજી તરફ પેસેન્જરની સંખ્યા પણ ઘટીને વર્ષે ૨.૬૦ લાખની નોંધાઈ હતી. હવે ફરી હૈદરાબાદ અને બેંગલુરુની ફ્લાઇટ શરૂ થતાં એરપોર્ટ ઓથોરિટીને પણ હાશકારો થયો છે.


comments powered by Disqus