ગુજરાતનો પ્રથમ સોલાર ઓપરેટેડ-ફૂલ્લી ઓટોમેટિક કેટલફીડ પ્લાન્ટ અંજારમાં કાર્યરત

Wednesday 30th June 2021 07:05 EDT
 
 

ભુજઃ પશુઓનું પોતાનું જીવન જીવવા અને દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જરૂરી પ્રોટીન,ફાઇબર, મિનરલ વિટામિન જેવા પોષક તત્વો મળી રહે તેવો પશુઆહાર ઉત્પાદન કરતો ગુજરાતનો સર્વ પ્રથમ આધુનિક કેટલફીડ પ્લાન્ટ કચ્છમાં કાર્યરત છે અને હાલ દરરોજ ૩૦૦ મેટ્રીકટન ઉત્પાદન સૂર્યઉર્જા દ્વારા કરાઈ રહ્યું છે.
અંજારના ચાંદ્રાણી નજીક રૂ. ૫૫ કરોડના ખર્ચે કેટલફીડ પ્લાન્ટ ઊભો કરાયો છે.જેમાં પશુઓના ખાણદાણ માટે વૈજ્ઞાનિક ઢબે અહીં પશુઆહારનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. સામાન્યતઃ ૩૦૦ મેટ્રિક ટન ખાણદાણના ઉત્પાદન માટે ખૂબ મોટા પ્રમાણમાં મજૂર વર્ગ તથા અધિકારીઓની જરૂર પડે છે, પણ અહીં ત્રણ અધિકારીઓ અને આઠ મજૂર દ્વારા દરરોજના ૩૦૦ મેટ્રિક ટન ઉત્પાદન કરાય છે. ઉત્પાદિત પ્રોડ્કટને રાજકોટ, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી સહિત જિલ્લાના સંઘમાં અપાય છે.


comments powered by Disqus