ગુજરાતી NRIની ડિપોઝિટ ૯૯ ટકા ઘટીઃ ૨૦૧૯માં રૂ.૭,૯૭૭ કરોડ જમા થયા, ૨૦૨૦માં માત્ર રૂ. ૭૪ કરોડ

Wednesday 30th June 2021 06:40 EDT
 

અમદાવાદઃ રાજ્યમાં ૨૦૧૯-૨૦૨૦માં NRI ડિપોઝિટ રૂ. ૭,૯૭૭ કરોડ જમા થઈ હતી. જેની સામે વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં માત્ર રૂ. ૭૪ કરોડ NRI ડિપોઝિટ જમા થઈ છે. અગાઉના વર્ષની સરખામણીએ NRI ડિપોઝિટ જમા થવામાં ૯૯ ટકાનો ઘટાડો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના તાજેતરના અહેવાલમાં આ વિગતો બહાર આવી છે.
છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યમાં NRI ડિપોઝિટમાં આ સૌથી ઓછો વધારો છે. રાજ્યમાં કુલ એન.આર.આઈ. ડિપોઝિટ રૂ. ૮૦,૧૮૩ કરોડ છે. ૨૦૧૦-૧૧માં આ આંકડો રૂ. ૨૨,૯૭૬ કરોડ હતો. ૧૦ વર્ષમાં ડીપોઝિટમાં ચાર ગણો વધારો થયો છે. સૌથી મોટો વધારો ૨૦૧૩-૧૪માં રૂ. ૧૩,૮૩૯ કરોડનો થયો હતો. ૨૦૧૮-૧૯માં રૂ. ૪૪૯ કરોડ જમા થયા હતા. રાજ્યમાં સૌથી વધુ ડિપોઝિટ અમદાવાદ જિલ્લામાં રૂ. ૧૬,૮૨૮ કરોડ છે. બીજા નંબરે કચ્છ જિલ્લામાં
રૂ. ૧૩,૭૨૬ કરોડ છે. રાજ્યની કુલ ડિપોઝિટના ૮૩ ટકા ૭ જિલ્લાઓમાં છે જેમાં અમદાવાદ, કચ્છ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરત, નવસારી જિલ્લાઓ છે.

૧૦ વર્ષમાં NRI ડિપોઝીટ

વર્ષ           ડિપોઝિટ      વધારો
૨૦૨૦-૨૧    રૂ.૮૦,૧૮૩     રૂ.૭૪
૨૦૧૯-૨૦    રૂ.૮૦,૧૦૯     રૂ.૭,૯૭૭
૨૦૧૮-૧૯    રૂ.૭૨,૧૩૨     રૂ.૪૪૯
૨૦૧૭-૧૮    રૂ.૭૧,૬૮૩     રૂ.૪૮૩૧
૨૦૧૬-૧૭    રૂ.૬૬,૮૫૨     રૂ.૨૩૩૫
૨૦૧૫-૧૬    રૂ.૬૪,૫૧૭     રૂ.૯૯૪૩
૨૦૧૪-૧૫    રૂ.૫૪,૫૭૪    રૂ.૭૬૨૧
૨૦૧૩-૧૪    રૂ.૪૬,૯૫૩     રૂ.૧૩૮૩૯
૨૦૧૨-૧૩    રૂ.૩૩,૧૧૪      રૂ.૭૭૧૪
૨૦૧૧-૧૨    રૂ.૨૫,૪૦૦      રૂ.૨૪૨૪
૨૦૧૦-૧૧    રૂ.૨૨,૯૭૬      રૂ.૭૯૦


comments powered by Disqus