વડોદરાઃ સ્માર્ટ સિટી વડોદરાના જિઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીઆઇએસ)ને સ્માર્ટ સિટી મિશન દ્વારા દેશભરના ૧૦૦ શહેરોમાં પ્રથમ ક્રમ અપાયો છે.
વડોદરા પ્રથમ સ્થાને, બીજા ક્રમે થાણે અને ત્રીજા ક્રમે ભુવનેશ્વરનો સમાવેશ થાય છે. જીઆઇએસ ભૌગોલિક માહિતી બતાવતી સિસ્ટમ છે. જેમાં વડોદરાની હાઇ રિઝોલ્યૂશન સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કરી ૭૫ લેયર તૈયાર કરાયાં છે.
