બેટ દ્વારકા, શિયાળબેટ, પિરોટનને ટૂરિઝમ હોટ સ્પોટ તરીકે વિકસાવાશે

Wednesday 30th June 2021 07:49 EDT
 
 

ગાંધીનગર: રાજ્યમાં દરિયા કિનારાના બેટ દ્વારકા, શિયાળબેટ અને પિરોટન ટાપુને ટુરિઝમ હોટસ્પોટ તરીકે વિકસાવા અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટ્સ સહિતના આકર્ષણ ઊભા કરવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આઇલેન્ડે ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠકમાં લેવાયો હતો.
૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં ૧૪૪ ટાપુમાં આવેલા છે. જેના વિકાસ માટે રાજ્ય સરકારે રચેલી આયલેન્ડ ડેવલપમેન્ટ આથોરિટી દ્વારા આયોજન કરાય છે. ઓથોરિટીની ચોથી બેઠકમાં બેટ દ્વારકામાં ઇકો ટુરિઝમ એન્ડ વોટર સ્પોર્ટસ, મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ, લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડોલ્ફીન, વ્યુઇંગ સહિતના પ્રોજેક્ટ માટે ૨૮.૯૫ કરોડના કામો માટે એજન્સી નિયત કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હોવાની વિગતો રજૂ કરાઇ હતી. શિયાળ બેટ પર ઇકો રિસોર્ટ, ઇકો પાર્ક, આર્કિયોલોજીકલ ડિસપ્લે ગેલેરી, વોટર એક્ટિવિટીઝ સહિતના કામો રૂ. ૩૫.૯૫ કરોડના ખર્ચે હાથ ધરાશે.
દ્વારકાની આઇટીઆઇને મરિન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવાશે. આ ત્રણેય ટાપુ ઉપર શરૂ થનારા ૪૭ પ્રોજેક્ટ માટે સ્કીલ્ડ મેનપાવરની જરૂરિયાત રહેશે જે આ ટ્રેનિંગ સેન્ટર પૂર કરી શકશે. જેથી રોજગારીની તક પણ ઊભી થશે. આ સેન્ટરમાં મરિન કેપ્ચર ફિશરમેન કમ પ્રાયમરી પ્રોસેસર, ફિંશિંગ એન્ડ સી ફૂડ પ્રોસેસિંગ ટેકનિશિયન સહિતના અભ્યાસક્રમો શરૂ કરાશે. જેના માટે ગોવાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ જેવી સંસ્થાઓ સાથે જોડાણ કરાશે.


comments powered by Disqus