રાજકોટઃ બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બિમારી સોમનાથના આલિદર ગામના ત્રણ માસના વિવાનમાં જોવા મળી છે. આ બિમારીની સારવાર કરવા માટે જરૂરી ઇન્જેકશન દેશમાં ઉપલબ્ધ નથી. આના માટે વિદેશથી ઇન્જેકશન મંગાવવું પડે છે. જેની કિંમત રૂ. ૧૬ કરોડ થાય છે. થોડા સમય પહેલા જ ધૈર્યરાજ નામના બાળકમાં આ બિમારી જોવા મળી હતી. જે લોકો અને સરકારના સહયોગથી આજે આ બાળક ખિલખિલાટ કરી રહ્યું છે. વિવાનના માતા-પિતાને પણ સારવારનો રૂ. ૧૬ કરોડનો ખર્ચ પરવડે એમ ન હોવાથી એમણે લોકો અને સરકારની મદદ માંગી છે.