મોરારિબાપુની પ્રેરણાથી રામ મંદિર માટે વિદેશવાસી દાતાઓ દ્વારા રૂ. ૮ કરોડનું અનુદાન

Wednesday 30th June 2021 07:47 EDT
 
 

રાજકોટ:  ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી ભાવિકોએ ટ્રસ્ટની ઝોળી છલકાવી આપી છે. સાથોસાથ વિદેશમાંથી પણ ભાવિકો રામ મંદિર નિર્માણમાં પોતાનું આર્થિક યોગદાન આપવા તત્પર છે. જો કે અત્યાર સુધી વિદેશથી મળતા અનુદાનને સ્વીકારવાની અનુમતિ આપવામાં આવી ન હતી. પરંતુ મોરારિબાપુની પ્રેરણાથી વિદેશથી દાતાઓએ એકત્ર કરેલી દાનની રકમ જમા કરાવવા વિશેષ અનુમતિ મળતા પ્રથમ વખત ૮ કરોડ રૂપિયાનું વિદેશી દાન રામ મંદિર ટ્રસ્ટને અર્પણ કરાયું છે. રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરારિબાપુના વિશેષ આગ્રહના અનુસંધાને સરકારે સ્પેશિયલ ગેસ્ટના રૂપમાં વિદેશ દાતાઓ તરફથી અર્પણ કરાયેલુ દાન સ્વીકારવાની અનુમતિ આપી હતી. જેના પગલે ટ્રસ્ટના દિલ્હી સ્થિત એસબીઆઇની બ્રાન્ચમાં ખોલવામાં આવેલા ખાતામાં ૮ કરોડ રૂપિયાનું અનુદાન જમા થયું છે.


comments powered by Disqus