લશ્કર-એ તોયબાના કમાન્ડર નદીમની ધરપકડ

Wednesday 30th June 2021 08:12 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના પરમપોરા ખાતે સલામતીદળોને એક મોટી સફળતા હાથ લાગી છે. અહીંથી લશ્કર-એ-તોયબાનો કમાન્ડર નદીમ અબરારની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી મોટી સંખ્યામાં કારતૂસ સાથે પિસ્તોલ અને હેન્ડગ્રેન્ડ પણ મળી આવ્યા હતા. જે દર્શાવે છે કે લશ્કર-એ-તયબા કોઈ મોટા હુમલાની તૈયારી કરી રહ્યું હતું. LeTના આતંકવાદીઓ શ્રીનગરમાં એક મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા એ જ સમયે નદીમ અબરાર ઝડપાઈ ગયો હતો.
નદીમ અબરાર LeTનો ચાવીરૂપ કાવતરાખોર છે અને તે શ્રીનગર-બારામુલા સરહદે અનેક હત્યાકાંડ તથા આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલો હતો. નદીમ અબરાર લશ્કર-એ-તોયબાનો કમાન્ડર છે અને LeT પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી જૂથ છે જે સતત પાકિસ્તાની આકાઓના હુકમથી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરતું રહે છે. નદીમ અબરાર નારબલ ખાતે રહે છે અને લશ્કર-એ-તોયબાના અન્ય એક કમાન્ડર યુસુફ કાન્તરૂનો ખૂબ જ નજીકનો વિશ્વાસુ માનવામાં આવે છે. કાશ્મીરના IGPએ નદીમ અબરારની ધરપકડને એક ખૂબ મોટી સફળતા ગણાવી હતી.


comments powered by Disqus