સુરતઃ શહેરના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાએ મહેશ સવાણીને ટોપી અને ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતું. એજ્યુકેશન, હેલ્થ, સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલા મહેશ સવાણી આપમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. મહેશભાઇએ ભાજપનું નામ લીધા વગર સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા.
મહેશ સવાણીએ કહ્યું કે મારે રાજકારણમાં જોડાવું જોઇએ કે નહી? સેવા કરવા જેલમાં ભલે જવું પડે. ગોળી મારશો? મેં મારી જિંદગી જીવી લીધી છે. હવે મોત આવે તો પણ કોઇ અફસોસ નથી. એક ૮૦થી ૮૨ વર્ષ જૂનું મકાન (કોંગ્રેસ) હતું. એક ૨૦થી ૨૨ વર્ષનું એલિવેશનવાળું મકાન (ભાજપ) હતું. અને એક ખુલ્લો પ્લોટ (આપ) હતો. મેં આ ત્રણમાંથી ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે’.