સુરતઃ ગત ૨૫ જૂનના સુરત પાલિકાની યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા ૨૭ કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં પાલિકાના સિક્યુરિટી ઓફિસરે ૨૭ કોર્પોરેટરો ઉપરાંત અન્ય ૨ મળી કુલ ૨૯ સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની ૧૪ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જેથી આપના કાર્પોરેટરો દ્વારા ભાજપ સરકાર ચોરના નારા લગાવ્યા હતા. પાંચ જેટલા કોર્પોરેટરને સામાન્ય સભા ખંડની બહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ૨૮ જૂનના પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા હતી.

