ગાંધીનગરઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધારે ખૂબસુરત બનાવવા માટે રાજ્ય સરકાર વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળામાં રૂ. ૬૨ કરોડના ખર્ચે રોપ-વે બનાવી રહી છે. આ રોપ-વે પાંચ સહાયક ટાવર સાથે એલિવેટેડ હશે અને તેની ઉંચાઇ બંધની ઉંચાઇથી વધુ હશે.
આ જગ્યાએ સફારી પાર્ક, કેકટ્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, રિવર રાફ્ટીંગ, બટરફ્લાય પાર્ક, ટેન્ટસિટી, એમ્યુઝમેન્ટ પાર્ક, સી-પ્લેન સહિતના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પાછળ સરકારે કુલ ૪૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાં યુરોપિયન ડિઝાઇન ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેકટ્સ ગાર્ડને જોડતો રોપ-વે બનશે જે ૧.૨૫ કિલોમીટર લાંબો હશે. આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે.