ઊંઝા: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાને પાટીદાર સમાજને યુવાવર્ગને રાષ્ટ્રીય લશ્કરી ફોર્સમાં પણ સામેલ થવાના ભાગરૂપે પાટીદાર સમાજનો યુવક કે યુવતી આર્મીમાં જોડાય તો પ્રોત્સાહક ઈનામ રૂપે રૂપિયા એક લાખ આપવાની જાહેરાત કરી આહ્વાન કરે છે. ઈન્ડો-તિબેટ બોર્ડર ફોર્સની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી અને બોર્ડરથી ઊંઝા આવી પહોંચી છે. આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આર્મી દ્વારા ૭૫ અઠવાડિયાનો વિવિધ ક્ષેત્રોમાં ઊજવણીના ભાગરૂપે ઈન્ડો તિબેટ પોલીસ ફોર્સની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી ચાઈના બોર્ડરથી કેવડિયા કોલોની સુધીની ૨૭૦૦ કિ.મીની યાત્રા મિશન સાથે રેલી ૨૩૦૦ કિ.મી. સફર કરીને ઊંઝા આવી પહોંચી હતી. ઊંઝા આવેલી આર્મી સાયકલ રેલીનું ઊંઝામાં ઉમિયા માતાજી સંસ્થાન, સ્થાનિક ફોર્સ તેમજ સદભાવના ટ્રસ્ટ સહિત આગેવાનો દ્વારા સ્વાગત શુભેચ્છા આપી હતી. આ સંદર્ભે ઉમિયા માતાજી સંસ્થાનના માનદ મંત્રી દિલીપભાઈ નેતાજીએ પાટીદાર સમાજનો કોઈપણ યુવક કે યુવતી આર્મીમાં જોડાય તો એક લાખ રૂપિયા પ્રોત્સાહન ઈનામ આપવાનું ઠરાવવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું.