રાજકોટઃ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ, ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા માંગરોળ પંથકમાં રાજપૂત સમાજના યોજાયેલા લોકડાયરામાં હાજર રહેતા લોકોએ ઉત્સાહમાં તેમના ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં ધાર્મિક સહિતના કાર્યો માટે ફંડ ભેગુ કરવા લોકડાયરા થતા હોય છે અને તેમાં કલાકારો ઉપર નોટોનો વરસાદ થતો હોય છે. આવો એક લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો તેમાં નિમંત્રણને માન આપી વજુભાઈ વાળા પહોંચ્યા હતા. તેઓ સ્ટેજ પાસે ઉભા હતા અને તેમના પર લોકો નોટોનો વરસાદ કરી રહ્યાના દ્રશ્યોનો વિડીયો સૌરાષ્ટ્રમાં ભારે વાયરલ થયો હતો.