રાજકોટ: રાજકોટના કેયુર કામદારે ઓસ્ટ્રેલિયામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઇને ઇતિહાસ રસી દિધો છે. કેયૂર પહેલા ગુજરાતી છે. જેમણે ઓસ્ટ્રેલિયામાં કોર્પોરેટર તરીકે જીત હાંસલ કરી છે. રાજકોટના જાણીતા કરવેરા સલાહકાર સ્વ.યોગેશભાઇ કામદારના મોટા પુત્ર અને યુવા ટેક્સ એડવોકેટ હેમલભાઇ કામદારના મોટાભાઇ કેયુરભાઇ કામદાર ઓસ્ટ્રેલિયાના છેલ્લા ૧૪ વર્ષથી સ્થાયી થયા છે. અને તેઓ બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલા છે. તેમણે પર્થના સિટી ઓફ આર્માડેલના રેનફોર્ડ વોર્ડની ચૂંટણીમાં ૬ ટર્મથી ચૂંટાઇ રહેલા અને ૧૪ વર્ષથી ડેપ્યુટી ચેર મતલબ કે ડેપ્યુટી મેયર તરીકે કાર્યરત ઉમેદવારની હરાવીને ચૂંટણીમાં જીત
મેળવી છે.
કેયૂરભાઇ જગ્યાએથી ચૂંટણી લડ્યા એ રેનફોર્ડ વોર્ડ ગુજરાતી, પંજાબી અને દક્ષિણ ભારતીય રાજ્યમાંથી આવતાં લોકોની વસતી ૨૦થી ૨૫ટકા જેટલી છે. અને તેમનો આ ચૂંટણીમાં ભરપૂર સાથ મળ્યો છે. રેનફોર્ડ વોર્ડની ચૂંટણીમાં તેમને ૧૩૩૯ મત મળ્યાં હતા. તો તેમના હરિફ ઉમેદવારેને ૮૭૫ મત પ્રાપ્ત થયા હતા. આ પહેલા ૨૦૧૭માં પણ તેમણે ચૂંટણી લડી હતી. પરંતુ તેમાં જીત હાંસલ થઇ નહોતી. જો કે આ ટેન બુથની ફોર્મ્યુલા અને સોશિયલ મીડિયા પ્રચાર કરી ચૂંટણીમાં જીત હાંસલ કરી છે.
ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેમણે શપથ લઇ લીધા છે. અને હવે તેમને ડેવલપમેન્ટ અને કોમ્યિુનિટી કમિટીમાં સમાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે. કે ઓસ્ટ્રેલિયામાં કાઉન્સિલની ચૂંટણી અત્યંત અલગ રીતે થાય છે. અને તેમાં પોસ્ટલ બેલેટનો જ ઉપયોગ કરવામાં આવે છે.અહીંના મતદારોના ઘેર પોસ્ટલ બેલેટ મોકલી આપવામાં આવે છે કે તેમણે ત્રણ સપ્તાહની અંદર હસ્તાક્ષર કરીને પોસ્ટબોક્સમાં નાખી દેવાનું હોય છે. જો કોઇ મતદાર પોસ્ટ બેલેટની જગ્યાએ મતદાર મથક પર જઇને મતદાર કરવા ઇચ્છે તો આ સુવિધા પણ તેને આપવામાં આવે છે.