જામનગર: આગામી દિવસોમાં વાડીનાર-મુંદ્રા વચ્ચે રો-રો સર્વિસ શરૂ થશે. જેના કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગને મોટો ફાયદો થશે. અદાણી ગ્રૂપ અને એક પ્રાઇવેટ ફેરી ઓપરેટર સાથે મળીને કાર્ગોવેસલનું સંચાલન કરશે.
વાડીનાર ખાતે રો-રો જેટીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડને ગયા મહિને મળેલી બોર્ડની બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો.
આ રો-રો જહાજમાં ૨૪ ટ્રક વહન કરવાની ક્ષમતા હશે. એન્જિનિયરિંગ અને પિત્તળ ઉદ્યોગ માટે સિરામિક, રાસાયણિક, ડીટરજન્ટ અને આયાત સ્ક્રેપના નિકાસ કાર્ગોને મોટો લાભ થશે, આશરે એક અંદાજ મુજબ દરરોજ ૫૦૦થી વધુ ટ્રકો મુન્દ્રા, મોરબી, રાજકોટ અને જામનગરથી આવે છે. મુન્દ્રા બંદર પર આયાત કરેલો માલ જામનગર પહોંચવા માટે ૨૭૦ કિ.મી.ની મુસાફરી કરવી પડે છે પરંતુ જો રો-રો વાહનમાં ભરીને વડિનાર પર ઉતારવામાં આવે તો જામનગર પહોંચવામાં ફક્ત ૫૩ કિ.મી.નું અંતર થશે.