આઝાદી પછીની સૌથી મોટી બહુમતીથી સરકાર બનાવવા અમિત શાહની હાકલ

Tuesday 30th November 2021 11:49 EST
 
 

સુરત: સુરતના વનિતા વિશ્રામ મેદાન પર યોજાયેલા ભાજપના સ્નેહમિલન સમારોહમાં કેન્દ્રના ગૃહ અને સહકાર પ્રધાનન અમિત શાહે વિધાનસભા ચૂંટણીના ૧૨ મહિને પેહાલં જ ચૂંટણી બ્યૂગલ ફૂંક્યું હતું. હાજરો કાર્યરોને વર્ચ્યુઅલી સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં આઝાદી પછીની સૌથી મટી બહુમતીથી સરકાર બને. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ગંઠન અને મુખ્યપ્રધાનની ટીમને તમામ કાર્યકરો સહયોગ કરે અને સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બહુમતીના તમામ રેકોર્ડ તૂટે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકોરને સંબંધોતા જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોને લોકોનું સમર્થન મળે છે જેનું મુખ્ય કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગુજરાતના લોકોને તેમનામાં ખૂબ વિશ્વાસ છે. ભાજપના કાર્યકરની નાની મોટી ભૂલને માફ કરીને લોકો મોદી તફ જોઈને મત આપે છે
આપણે ૧૮૨ બેઠક જીતવાની છેઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં આપણે જીતવા માટે જન્મ લીધો છે. આપણે ૧૮૨ બેઠક જીતવાની છે. આપણને ૨૦૨૨માં ધાર્યં પરિણામ મળવાનું જ છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ મૂકેલો વિશ્વાસ કાર્યકરોના જોરે પૂરો કરીશું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સુરતના કાર્યકરોએ આજે મુખ્ય પ્રધાન તરીકે મારો વટ પાડી દીધો. એક સારા કાર્યકર તરીકે મારામાં હંમેશાં કાર્યકર જીવતો રહ્યો.


comments powered by Disqus